ખાન પરિવાર ધ્વારા નિર્મિત ક્રિશ્ના ગ્રુપ..

ક્રિશ્ના ગ્રુપ :- ચેરીટી તથા વાર્ષિક સ્નેહ સંમેલનનું મિશ્રણ

ચેરીટી :-

  • આવેલ દાન ની રકમ ના ૬૦ % રકમ ચેરીટી માટે ઉપયોગમાં લેવામાં આવશે, ૬૦ % ચેરીટીની રકમ રજીસ્ટર સંસ્થાઓ જેવી કે,વૃદ્ધાશ્રમ, અનાથાશ્રમ, અથવા જરૂરિયાતમંદ પરિવારના સભ્યોને જશે. જેનો નિર્ણય ટોપ-૩ ડોનર્સ લેશે.

સ્નેહ સંમેલન:-

  •  આવેલ દાનની રકમના ૪૦ % રકમ પરિવારના સ્નેહ સંમેલન માટે ઉપયોગ માં લેવામાં આવશે.
  • વાર્ષિક સંમેલન દિવાળી પછીના બીજા રવિવારના દિવસે રાખવામાં આવશે. સંમેલનનો પ્રોગ્રામ અને જગ્યા પણ ટોપ-૩ ડોનર્સ નક્કી કરશે.
  • વાર્ષિક સ્નેહ સંમેલનના સારા આયોજન માટે વ્યક્તિદીઠ ૮૦/- રૂ. ટોકન લેવામાં આવશે.

નિયમો:-

  • દિવાળીના એક મહિના પહેલા ટોપ-૩ ડોનર્સ નક્કી કરવામાં આવશે..જેમને સૌથી વધુ દાન કરેલ હશે તેમને ટોપ-૩ ડોનર્સ તરીકે પસંદ કરવામાં આવશે.
  • દાન ની લઘુત્તમ રકમ ૨૦૦ રૂપિયા રહેશે.
  • ગ્રુપમાં બે કાર્યકર્તા રહેશે. એક કાર્યકર્તા ઘાટલોડિયા થી અને બીજા કાર્યકર્તા જીવરાજપાર્કથી રહેશે.
  • જેમને પણ આ સારા કામ માં જોડાવાની (દાન આપવાની)  ઈચ્છા હોય તેઓએ કાર્યકર્તાને સંપર્ક કરવાનો રહેશે. તથા દાનની રકમ કાર્યકર્તા સુધી પહોંચાડવાની રેહેશે.
  • જે વ્યક્તિ પોતાનું દાન ગુપ્ત રાખવા માંગતું હોય તેનું દાન ગુપ્ત રેહેશે. પરંતુ પારદર્શકતા માટે કુલ ગુપ્ત દાનની વિગત જાહેર કરવામાં આવશે.
  • આ વેબસાઈટ માં નોંધણી કરાવવાથી SMS કે E-Mail ધ્વારા નિયમિત માહિતી મેળવી શકાશે.

વર્તમાન આવેલ દાનની રકમ

રૂ.3000 / –

ખાન પરિવારની નવી પેઢીને નજીક લાવવાના પ્રયત્ન સાથે જય શ્રી કૃષ્ણ…………